panam river

near the lunawada city.

KALESHVARI TEMPLE

Near The NH.

KALESHVARI WATER KUND

Near The NH.

KADANA

WATER RESERVOR.

Saturday, 7 September 2013

પંચમહાલ- મહીસાગર જિલ્લામાં 'બંધ' નિષ્ફળ Sep 07, 2013






તા. ૬

પંચમહાલ- મહીસાગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ધારાસભ્યો અને કાર્યકરોએ કમર કસી સવારથી દુકાનો, શાળાઓ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા સતત બંદોબસ્ત જારી રાખી આ પ્રયાસો નાકામીયાબ બનાવાયા હતા અને ગોધરા, સંતરામપુર અને લુણાવાડાના ત્રણ ધારાસભ્યો સહિત કોંગ્રેસી કાર્યકરો મળી ૧૨૦ ઉપરાંતને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેને લઈ જનજીવન યથાવત રોજીંદા ક્રમ મુજબ ધબકતુ રહેવા સાથે ગુજરાત બંધના એલાનને નહીંવત સફળતા પણ પ્રાપ્ત થઈ નહોતી.

દુકાનો- શાળાઓ બંધ કરાવવા કોંગ્રેસી ધારાસભ્યો- કાર્યકરોના પ્રયાસો પોલીસે નિષ્ફળ બનાવ્યા
  1. કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર સામે ભ્રષ્ટાચાર, ડી જી વણઝારાનો સ્ફોટક પત્ર જેવા વિવિધ મુદ્દે શુક્રવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. કોંગ્રેસનું એલાન વર્તમાન સરકાર માટે પ્રતિષ્ઠાના જંગ સમુ સાબિત થયું હતું. કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવા તથા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની બેઠક યોજવા સાથે પૂતળા દહનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ શુક્રવારે સવારથી ગુજરાત બંધના એલાનને સફળ બનાવવાના ભાગરૂપે ગોધરા સહિત તમામ શહેરોમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દુકાનો- શાળાઓ બંધ કરી બંધના સમર્થન અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ જારી રાખી કોંગ્રેસ કાર્યકરોને ડીટેઈન કરી દુકાનો બંધ કરાવવાના પ્રયાસોને અટકાવાયા હતા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી, લુણાવાડા ધારાસભ્ય હીરાભાઈ પટેલ, તેમજ સંતરામપુર ધારાસભ્ય જી. એમ. ડામોર અને તમામ શહેરોમાંથી પદાધિકારી તેમજ કાર્યકરો મળી પોલીસે ૧૨૦ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.


કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નહીંવત કહી શકાય એટલી પણ સફળતા સાંપડી નહોતી. માત્ર ઘોઘંબામાં કેટલાક વેપારીઓ દ્વારા સ્વયં જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. જો કે આ બાબતને સત્તાવાર સમર્થન મળી શકયુ નહોતૂં. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં ધંધા રોજગાર અને એસટી બસ શાળા, કોલેજો તમામ રાબેતા મુજબ કાર્યરત રહ્યુ હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને સફળ બનાવવા કાર્યકરો અને પદાધિકારીઓએ કમર કસી પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ વર્તમાન સરકાર અને ભાજપાના પ્રતિષ્ઠાના જંગ રૂપી પડકારને પહોંચી વળવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનું પરિણામ સત્તારૂઢ સરકારને તમામ વહેવારો રાબેતા મુજબ ચાલુ રહેતા સાંપડયુ હતું.

 

Sunday, 1 September 2013

સંતરામપુરના પાદેડી ગામે કુવામાંથી ૧૦૦ કિલો વજનનો મગર બહાર કઢાયો 30 aug


સંતરામપુર, તા. ૩૦
સંતરામપુરના પાદેડી ગામના રહીશ શંકરભાઈ લાલાભાઈ ડામોર પોતાના કુવા પાસે જતાં કુવાની અંદર એક મગર જોતા તેઓએ જંગલ ખાતાના અધિકારીને જાણ કરી હતી. જેથી તેઓનાકર્મચારીઓએ કુવામાંથી ૬ ફુટ લાંબો અને ૧૦૦ કિલો વજનનો મગર બહાર કાઢયો હતો. ત્યારબાદ આ મગરને મહીસાગર નદીમાં છોડી મુકવામાં આવ્યો હતો.

અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું : નરેન્દ્ર મોદી


  1.  લુણાવાડા, તા. ૩૦
  2. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને આડકતરી ટકોર કરતા જણાવ્યું કે તમે ભલે અમને કાંઇ આપ્યું કે ના આપ્યું પણ અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું છે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. એમ જણાવતા ગત વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજયની શાબ્દિક ટકોરથી ઉપસ્થિત જનમેદનીને ઝાંખી કરાવી હતી. મુખ્યંત્રીએ લુણાવાડા સહિત મહિસાગર તાલુકાના રહીશોની તમામ સ્થિતિનો તાગ આપી વિકાસની નવી કેડી કંડારી રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં મક્કમતાભર્યું ડગ માંડવાનું આહવાન કરી પોતાની સરકારના સહકારની ખાત્રી આપી હતી.

  1. નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ પ્રસંગે દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને મુખ્યમંત્રીની આડકતરી ટકોર
  2. પંચમહાલ ખેડા જિલ્લામાથી તાલુકાઓનો સમન્વય કરી નવરચિત જાહેર કરાયેલા મહિસાગર જિલ્લાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લેસર ટોર્ચથી લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે યોજાયેલા સમારોહમાં કર્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બબોધનમાં મહિસાગર જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર નાગરિકોના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ જણાવતા લુણાવાડા સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા વર્ષો પૂર્વે લુણાવાડા કોલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. લુણાવાડા સાથે જાહેર જીવનના પ્રારંભિક કાળથી સૌએ પ્રેમ આપ્યો છે. જેથી મહિસાગર જિલ્લાની રચનાને મને આપ સૌના કરતા સો ઘણો આનંદ મને છે જેનું અન્ન જળ ખાધું હોય એના વિકાસથી ગજગજ છાતી ફુલે એ પળ આજે મારા માટે છે. મહિસાગર જિલ્લાની પ્રજા હારમની વાળી છે. જેથી મુશ્કેલીઓમાંથી નીકળવાની સૌની હિંમત એક સમાન હોય છે જેથી વિકાસની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય એ મહીસાગર જિલ્લાવાસીઓ કરી બતાવશે. મુખ્યમંત્રીએ ભૂતકાળમાં વિચિત્ર રાજકીય વિકૃતિનો વિસ્તાર થયો ચૂંટણીમાં મત માંગવા વચનો આપ્યા પછી હારી ગયા હોય કે સરકાર અલગ પક્ષની હોય તો પણ આખી સરકાર ઝેર રાખે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. કદાચ પ્રજાના પ્રેમમાં ખોટ રહી ગઇ હોય એમાં રાજકીય આટાપાટા ના કરવાના હોય અમે તો આત્મમંથન કરનારા છીએ વધુ મહેનત કરી પ્રેમ જીતવાવાળા છીએ. ભલે તમે ધારાસભ્ય ના આપ્યો પણ તમારો હક્ક એવો જ છે. એવી માર્મીક ટકોર થકી વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજય સંદર્ભે ઉપસ્થિતોને ચાબખો વિંઝયો હતો. તેઓએ ઊમેર્યુ કે દિલ્હી સરકાર મને રોજ હેરાન કરે છે. ગુજરાતને પીંખી નાખે છે. યોજનાઓ ખાડે નાંખે છે. પરમાત્મા મને આવું પાપ ન કરાવે એમ જણાવતા મહિસાગર જિલ્લાવાસીઓ રમતગમતના સ્વભાવ વાળા છે. જેઓ આગામી દિવસોમાં આવનારા ખેલ મહાકુંભમાં ગુજરાતમાં પ્રથમ આવે એવું પરાક્રમ કરી બતાવે. પરસેવાનું પરાક્રમ નવસર્જનનું નિમીત્ત બને છે. પ્રજાકીય પરાક્રમ વિના વિકાસ અસંભવ છે.
  3. પ્રજાકીય પરાક્રમ એ પ્રગતિની ઔષધી છે જેના કારણે ગુજરાત પ્રગતિ કરે છે. આધુનિક ખેતપેદાશની જાણકારી માટે ઇઝરાયેલમાં થતા કૃષિ મેળાનું આયોજન ભલે દિલ્હી સરકાર ના કરે ગુજરાત સરકારે આગામી ૯ સપ્ટેમ્બરે કર્યં છે. જેનો તમામ ખેડૂતો લાભ લેવા આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.આ સમારોહમાં મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા, નીતિન પટેલ સહિત ખેડા, મહીસાગર અને પંચમહાલના કલેક્ટરો તથા લુણાવાડા અને બાલાસિનોરના રાજવી પરિવારના સભ્યો તથા ધારાસભ્યો પંકજ પટેલ, જેઠા ભરવાડ, અરવિંદસિંહ રાઠોડ, નિમિષાબેન સુથાર,દેવુંસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.જીલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા.ે 
  4. સમારોહમાં સ્થાનિક ધારાસભ્યોની અનુપસ્થિતિ
  5. ગોધરા : નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉત્સાહિત જનમેદનીના ટોળે ટોળા ઉમટયા હતા. પરંતુ સ્થાનિક ધારાસભ્ય પ્રજાજનોની આ ખુશીઓના સહભાગી નહીં બન્યા હોવાનું તેમની અનુપ સ્થિતિ ઉપરથી જણાઇ રહ્યું હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હોવાથી કદાચ કોંગ્રેસના ધારાસભ્ય હાજર નહીં રહ્યા હોય પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ - દાહોદની આર્િથક કરોડરજ્જુ સમી પીડીસી બેન્ક પુનઃ કાર્યાન્વિત ટાંણે ભાજપા રચિત કાર્યક્રમ ટાંણે પણ કોંગ્રેસ આગેવાનોની સુચક ઉપસ્થિતિ જોવાઇ હતી. જે વિકાસ પ્રતિતીનો એક ભાગ હતી. 
  6. ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલું નથી એવું મુખ્યમંત્રીએ સાબિત કરી બતાવ્યું
  7. ગોધરા : મહિસાગર જિલ્લાની ઘોષણા બાદ મુખ્યમંત્રીએ વાસ્તવિક પરિણામ થકી પ્રજામાં ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલુ નથી એવું સાબિત કરી બતાવ્યું છે. પરંતુ દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રીએ ખેડા અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓનો સમાવિષ્ટ કરી જાહેર કરેલા મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિધાનસભા બેઠકો કોંગ્રેસના વિજેતા ઉમેદવારવાળી છે. જે બાબતને ખાસ ધ્યાનમાં રાખી પોતાની આગવી રાજનીતી બુધ્ધિનો ઉપયોગ કરી પોતાની નીશાન પાર પાડી લીધું છે. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહ ટાણે મુખ્યમંત્રી દ્વારા વિકાસલક્ષી વિશિષ્ટ જાહેરાત કરશે એવી અટકળોનો આજે અંત આવ્યો હતો.

Friday, 30 August 2013

કડાણા સિવિલ કોર્ટનો થયેલો પ્રારંભ...


સંતરામપુર, તા. ૨૭
નવા બનેલા કડાણા તાલુકામાં નવી કોર્ટ મંજૂર થતા કડાણા તાલુકાની નવીન સિવિલ કોર્ટ મળતા કડાણા તાલુકાને લાભ મળતો થયો છે.કડાણા તાલુકાની અલગ સિવિલ કોર્ટનો સંતરામપુર અને કડાણાના જજની ઉપસ્થિતિમાં આજથી પ્રારંભ કરાયો છે.
કડાણા તાલુકાની સિવિલ કોર્ટનું આજ રોજ કડાણાના પ્રિન્સિપાલ સિવિલ જજશ્રી પી.એ.પટેલ અને સંતરામપુર પ્રિન્સિપાલ સિવિલ જ્જ શ્રી પી.બી. પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સંતરામપુર બાર એસો.ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. કડાણા તાલુકા માટે અલગ સિવિલ કોર્ટ શરૂ થતાં કડાણા તાલુકાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે.

મહી નદી પરના ઘોડીયાર ડૂબક પૂલના બંને છેડે બેરીકેટ મૂકવા માંગ....




કડાણા, તા.૨૭
કડાણા પાસે આવેલી મહી નદી પરના ઘોડીયાર ડૂબક પુલ આવેલો છે. જેની બંને બાજુએ બેરીકેટ અથવા પોલીસ ચોકી ઉભી કરવાની માંગ ઉઠી રહી છે. ઘોડિયાડુબક પુલ પરથી દિવસ રાત અસંખ્ય વાહનોની અવર જવરથી સતત વ્યસ્ત રહે છે તેમજ તાલુકાના ઉત્તર વિભાગ તેમજ રાજસ્થાન રાજયને જોડતો આ એક જ હાઇવે આવેલો છે. ચોમાસા દરમ્યાન ઉપરવાસના ભારે વરસાદના કારણે વારંવાર વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે. 
  • ચોમાસા દરમ્યાન પુલ ઉપરથી પાણી વહેતા અકસ્માતનો ભય
 જેના કારણે વેપારીઓ, નોકરીયાત વર્ગ તેમજ ઉચ્ચ અભ્યાસાર્થે જતા આવતા વિદ્યાર્થીઓને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ડુબક પુલને ઉંચો લેવામાં આવે તેવી આમ જનતાની માંગ છે. તાજેતરમાં લુણાવાડા પાસેના હાડોડ પુલ પર ગોજારી દુર્ઘટના સર્જાતા કમભાગી જીંદગીઓ મોતને ભેટી હતી. તેવો અણબનાવ અત્રેના પુલ પર ન બને તેની તકેદારીના ભાગરૂપે પુલના બંને છેડે ચોમાસા દરમ્યાન કામ ચલાઉ બેરીકેટ અથવા પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત નિવારી શકાય તેમ છે.   હાલમાં પુલ પર પાણી ફરી વળવાના કારણે તંત્ર દ્વારા ઘોડિયાર પુલના બંને છેડે રોડ પર કામચલાઉ પીપ તેમજ કાંટા પાથરી રસ્તો બંધ કર્યાનો સંતોષ માની લે છે તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા કડાણા પાસેના ઘોડિયાર પુલનું લેવલ ઉચું કરવામાં આવે અથવા તો બંને છેડે બેરીકેટ કે પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તે ઇચ્છનીય છે.

CELEBRATION OF JANAMASTAMI IN LUNAWADA










મહીસાગર-પંચમહાલમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

Aug 30, 2013
                                                                                                       
                                                   
               
                                       
     

ગોધર,શહેરા તા.૨૯
કૃષ્ણ જન્મોત્સવ - નંદ મહોત્સવની મહીસાગર પંચમહાલ જિલ્લાવાસીઓએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણીકરી જય કનૈયાલાલકી હાથી ઘોડા પાલખના નાદ વચ્ચે વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધુ હતું. ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત પરંપરાગત મેળાઓ પણ ોયજાયાહતા. રાત્રીના બારના ટકોરે મંદિરોમાંકૃષ્ણ જન્મોત્સવની વધામણી કરવા ઝુમી ઉઠયા હતા. જુગારીયાઓએ પોલીસની નજરથી બચીને પરંપરાગત મુજબ જુગાર રમી આઠમની ઉજવણી કરી હતી.
  • જય કનૈયાલાલ કી ના નાદ સાથે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા : પરંપરાગત મેળાનું પણ આયોજન
કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ પર્વને લઇ પંચમહાલ મહીસાગર વાસીઓમાં ઉજવણીનો અનેરો થનગનાટ જોવાયો હતો. આઠમના દિવસે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અવનવા આભુણો અને વાઘાથી દ્વારકાધીશને સજાવવામાં આવ્યા હતા. ગોધરા,શહેરાના મર્ડેશ્વરના મેળા સહિત જિલ્લાભરમાં પરંપરા અનુસાર ગોકુળ આઠમના મેળાઓ યોજાયા હતા. જેનો આનંદ માણ્યા બાદ સૌએ રાત્રીના બારના ટકોરે કૃષ્ણ જન્મોતવસની ઉજવણી કરી ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. ઠેરઠેર કનૈયાલાલકી હાથી ઘોડા પાલખીના નાદ વચ્ચે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી બાદ વર્ષોથી યોજના સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાવા ઉપરાંત સોસાયટીઓમાં પણ બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કારઇ હતી. ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા બામરોલી રોડ, ચિત્રા સિનેમા રોડ ખાતે રાધા કૃષ્ણ પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતીજેની બીજા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મેળાઓમાં અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.