સંતરામપુર, તા. ૫
પંચમહાલ જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૧૩/૨૦૧૪ની નવી ડાયરી બહાર પાડી છે. આ ડાયરીમાં જિલ્લા પંચાયત ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાનો નક્શો છાપવામાં આવ્યો છે. જે નક્શો વાસ્તવમાં કોઇપણ જાતની ચકાસણી કર્યા વગરનો અને ખોટો નક્શો છપાયો છે.
જિ.પં.ના કર્તાહર્તાઓને આવી ગંભીર ભૂલ ધ્યાને ન ચડતા જિ. પં.નો કેવો વહીવટ છે તેનું સ્પષ્ટ ઉદાહરણ મળ્યું
જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા દ્વારા વર્ષ ૨૦૧૩-૨૦૧૪ની નવી છપાયેલી ડાયરીમાં પંચમહાલ જિલ્લાના નક્શામાં ક્યાંય સંતરામપુર અને કડાણા તાલુકો જણાતો નથી. તો શું પંચમહાલ જિલ્લામાંથી સંતરામપુરને કડાણા તાલુકાના બાદબાકી કરવાનું અધિકારીઓનું પ્રયોજન હોઇ શકે? સંતરામપુર કડાણા તાલુકાને પ્રથમ દાહોદ જિલ્લામાં પછી પંચમહાલ જિલ્લામાં ને તા. ૧૫- ૮- ૧૩ થી વળી પાછા મહીસાગર જિલ્લામાં મોકલી બાઇ બાઇ ચારણી જેવી સ્થિતિ આ પછાત તાલુકાની કરી છે. અને તેમાય વળી પંચમહાલમાં હોવા છતાં સંતરામપુર અને કડાણાં તાલુકાને ડાયરીમાં છપાયેલા નક્શામાંથી બાકાત દર્શાવવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સત્તાધીશો આવી ગંભીર ભુલ કરે તેને શું સમજવું ? પંચમહાલ જિલ્લામાં કેટલા તાલુકા સમાવિષ્ટ છે. તેની માહિતીને જ્ઞાન જો જિલ્લા પંચાયતને ના હોય તો પછી એ જિલ્લાની વહીવટ કેવી કરાતો હશે? તેવા સવાલો ઉઠયા છે.
આ ડાયરી છપાઇ ત્યારે તેનું પ્રુફ રિડિંગ પણ થયું હશે, તો તે સમયે શું ધ્યાન રાખ્યું ? જિલ્લા પંચાયતમાં જવાબદારીપૂર્વક કામગીરી થતી નથી તેનું આ ડાયરી સ્પષ્ટ ઉદાહરણ છે.
0 comments:
Post a Comment