- ચોમાસા દરમ્યાન પુલ ઉપરથી પાણી વહેતા અકસ્માતનો ભય
જેના કારણે વેપારીઓ, નોકરીયાત વર્ગ તેમજ ઉચ્ચ અભ્યાસાર્થે જતા આવતા વિદ્યાર્થીઓને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ડુબક પુલને ઉંચો લેવામાં આવે તેવી આમ જનતાની માંગ છે. તાજેતરમાં લુણાવાડા પાસેના હાડોડ પુલ પર ગોજારી દુર્ઘટના સર્જાતા કમભાગી જીંદગીઓ મોતને ભેટી હતી. તેવો અણબનાવ અત્રેના પુલ પર ન બને તેની તકેદારીના ભાગરૂપે પુલના બંને છેડે ચોમાસા દરમ્યાન કામ ચલાઉ બેરીકેટ અથવા પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તો જીવલેણ અકસ્માત નિવારી શકાય તેમ છે. હાલમાં પુલ પર પાણી ફરી વળવાના કારણે તંત્ર દ્વારા ઘોડિયાર પુલના બંને છેડે રોડ પર કામચલાઉ પીપ તેમજ કાંટા પાથરી રસ્તો બંધ કર્યાનો સંતોષ માની લે છે તો આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા કડાણા પાસેના ઘોડિયાર પુલનું લેવલ ઉચું કરવામાં આવે અથવા તો બંને છેડે બેરીકેટ કે પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તે ઇચ્છનીય છે.
0 comments:
Post a Comment