મહીસાગર-પંચમહાલમાં કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી | |
Aug 30, 2013
ગોધર,શહેરા તા.૨૯
કૃષ્ણ જન્મોત્સવ - નંદ મહોત્સવની મહીસાગર પંચમહાલ જિલ્લાવાસીઓએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણીકરી જય કનૈયાલાલકી હાથી ઘોડા પાલખના નાદ વચ્ચે વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધુ હતું. ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત પરંપરાગત મેળાઓ પણ ોયજાયાહતા. રાત્રીના બારના ટકોરે મંદિરોમાંકૃષ્ણ જન્મોત્સવની વધામણી કરવા ઝુમી ઉઠયા હતા. જુગારીયાઓએ પોલીસની નજરથી બચીને પરંપરાગત મુજબ જુગાર રમી આઠમની ઉજવણી કરી હતી.
કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ પર્વને લઇ પંચમહાલ મહીસાગર વાસીઓમાં ઉજવણીનો અનેરો થનગનાટ જોવાયો હતો. આઠમના દિવસે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. અવનવા આભુણો અને વાઘાથી દ્વારકાધીશને સજાવવામાં આવ્યા હતા. ગોધરા,શહેરાના મર્ડેશ્વરના મેળા સહિત જિલ્લાભરમાં પરંપરા અનુસાર ગોકુળ આઠમના મેળાઓ યોજાયા હતા. જેનો આનંદ માણ્યા બાદ સૌએ રાત્રીના બારના ટકોરે કૃષ્ણ જન્મોતવસની ઉજવણી કરી ભગવાનને પારણે ઝુલાવ્યા હતા. ઠેરઠેર કનૈયાલાલકી હાથી ઘોડા પાલખીના નાદ વચ્ચે વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી બાદ વર્ષોથી યોજના સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ યોજાવા ઉપરાંત સોસાયટીઓમાં પણ બાળકો દ્વારા મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કારઇ હતી. ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા બામરોલી રોડ, ચિત્રા સિનેમા રોડ ખાતે રાધા કૃષ્ણ પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતીજેની બીજા દિવસે વાજતે ગાજતે શોભાયાત્રા શહેરમાં કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મેળાઓમાં અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
|
0 comments:
Post a Comment