Sunday 15 September 2013

લુણાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ૩૮૭૨ લાભાર્થીઓને રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય Sep 15, 2013



                                                                                                                                    લુણાવાડા  , તા. ૧૪

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યા બાદ પંચમહાલ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આ અગાઉના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૬૫૧૮૬ લાભાર્થીઓને રૂ. ૧૪૭ કરોડની સહાય ચુકવાય છે. લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૮૭૨ લાભાર્થીઓએ રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય અપાઈ છે. પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિના કારણે રાજ્યના પછાત અને ખાસ કરીને આદિવાસી જિલ્લાઓને પ્રાધાન્ય આપીને ગરીબોને ઘરનું ઘર મળ્યું છે. મંત્રી ચુડાસમાના હસ્તે લુણાવાડા તાલુકાના ૧૫૪૭ લાભાર્થીઓને તથા શહેરા તાલુકાના ૧૩૬૪ મળી કુલ ૨૯૧૧ લાભાર્થીઓને સરદાર આવાસ યોજના તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના કુલ ૯૬૧ લાભાર્થી મળી કુલ ૩૮૭૨ લાભાર્થીઓને કુલ રૂ. ૬૭૪.૧૧ લાખની નાણાંકીય સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રશ્મીકાબેન પટેલ, મહીસાગર જિલ્લા કલેકટર પ્રફુલ હર્ષે, જિલ્લા વિકાસ અધિકારી નરેન્દ્રકુમાર મીના, લુણાવાડા પ્રાંત અધિકારી એ. કે. બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલ પ્રાયોજના વહીવટદાર આર. આર. રાવલ સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં લુણાવાડા તથા શહેરા તાલુકાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલે આભાર વિધી કરી હતી.

0 comments:

Post a Comment