Saturday 7 September 2013

લુણાવાડામાં કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ ,લુણાવાડા ,તા. ૬,




                                                                                                                                 લુણાવાડા ,તા. ૬
લુણાવાડા- કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ગુજરાત બંધ અંગે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે તા. ૬ઠ્ઠીના રોજ સવારના સમયે કોંગ્રેસી કાર્યકરો એક જૂથમાં નીકળતા પોલીસ તંત્રએ કાર્યકરોની ધરપકડ કરી હતી. જેને પગલે બંધના એલાનનો ફીયાસ્કો થયો હતો. આજરોજ સવારના સમયે લુણાવાડા નગરમાં કોંગ્રેસી કાર્યકર અને ધારાસભ્ય હીરાભાઈ પટેલ તેમજ ભરતભાઈ પટેલ- માજી જિલ્લા પંચાયત સભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી. એમ. પટેલ સહિત તમામ કોંગ્રેસી કાર્યકરોએ એક જૂથમાં એકઠા થઈ લુણાવાડા ચોકડી પાસે બંધના એલાનને સફળ બનાવવા દુકાનો, સ્કૂલો બંધ કરાવવા પ્રયાસો કર્યા હતા. ચોકડી પાસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરાઈ હતી.લુણાવાડામાં શાંતિમય રીતે સંપૂર્ણ દિવસ દરમિયાન દુકાનો, સ્કૂલો, બેંકો, પેટ્રોલ પંપ તેમજ વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પણ કાર્યરત રહી હતી અને નગરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.જયારે બીજી બાજુ મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં આવેલા મલેકપુર ગામમાં પણ કોંગ્રેસી કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ તંત્રએ તેમની પણ ધરપકડ કરીને દુકાનો અને ધંધા રોજગારો ચાલુ રખાવ્યા હતા.

0 comments:

Post a Comment