Sunday 1 September 2013

અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું : નરેન્દ્ર મોદી


  1.  લુણાવાડા, તા. ૩૦
  2. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને આડકતરી ટકોર કરતા જણાવ્યું કે તમે ભલે અમને કાંઇ આપ્યું કે ના આપ્યું પણ અમે તો લુણાવાડાને જિલ્લાનું મુખ્ય મથક આપ્યું છે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. એમ જણાવતા ગત વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજયની શાબ્દિક ટકોરથી ઉપસ્થિત જનમેદનીને ઝાંખી કરાવી હતી. મુખ્યંત્રીએ લુણાવાડા સહિત મહિસાગર તાલુકાના રહીશોની તમામ સ્થિતિનો તાગ આપી વિકાસની નવી કેડી કંડારી રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં મક્કમતાભર્યું ડગ માંડવાનું આહવાન કરી પોતાની સરકારના સહકારની ખાત્રી આપી હતી.

  1. નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ પ્રસંગે દિલ્હી સરકાર પર માર્મીક ચાબખા વિંઝવા સાથે ઉપસ્થિત જનમેદનીને મુખ્યમંત્રીની આડકતરી ટકોર
  2. પંચમહાલ ખેડા જિલ્લામાથી તાલુકાઓનો સમન્વય કરી નવરચિત જાહેર કરાયેલા મહિસાગર જિલ્લાનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લેસર ટોર્ચથી લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે યોજાયેલા સમારોહમાં કર્યો હતો. દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બબોધનમાં મહિસાગર જિલ્લાના નિર્માણ પછી પ્રથમવાર નાગરિકોના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમ જણાવતા લુણાવાડા સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા વર્ષો પૂર્વે લુણાવાડા કોલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા હતા. લુણાવાડા સાથે જાહેર જીવનના પ્રારંભિક કાળથી સૌએ પ્રેમ આપ્યો છે. જેથી મહિસાગર જિલ્લાની રચનાને મને આપ સૌના કરતા સો ઘણો આનંદ મને છે જેનું અન્ન જળ ખાધું હોય એના વિકાસથી ગજગજ છાતી ફુલે એ પળ આજે મારા માટે છે. મહિસાગર જિલ્લાની પ્રજા હારમની વાળી છે. જેથી મુશ્કેલીઓમાંથી નીકળવાની સૌની હિંમત એક સમાન હોય છે જેથી વિકાસની મુખ્ય ધારામાં કેવી રીતે લાવી શકાય એ મહીસાગર જિલ્લાવાસીઓ કરી બતાવશે. મુખ્યમંત્રીએ ભૂતકાળમાં વિચિત્ર રાજકીય વિકૃતિનો વિસ્તાર થયો ચૂંટણીમાં મત માંગવા વચનો આપ્યા પછી હારી ગયા હોય કે સરકાર અલગ પક્ષની હોય તો પણ આખી સરકાર ઝેર રાખે. અમે તો રાજકીય સંસ્કૃતિને વરેલા લોકો છીએ. કદાચ પ્રજાના પ્રેમમાં ખોટ રહી ગઇ હોય એમાં રાજકીય આટાપાટા ના કરવાના હોય અમે તો આત્મમંથન કરનારા છીએ વધુ મહેનત કરી પ્રેમ જીતવાવાળા છીએ. ભલે તમે ધારાસભ્ય ના આપ્યો પણ તમારો હક્ક એવો જ છે. એવી માર્મીક ટકોર થકી વિધાનસભા ચૂંટણી ટાંણે ભાજપાના ઉમેદવારોના થયેલા પરાજય સંદર્ભે ઉપસ્થિતોને ચાબખો વિંઝયો હતો. તેઓએ ઊમેર્યુ કે દિલ્હી સરકાર મને રોજ હેરાન કરે છે. ગુજરાતને પીંખી નાખે છે. યોજનાઓ ખાડે નાંખે છે. પરમાત્મા મને આવું પાપ ન કરાવે એમ જણાવતા મહિસાગર જિલ્લાવાસીઓ રમતગમતના સ્વભાવ વાળા છે. જેઓ આગામી દિવસોમાં આવનારા ખેલ મહાકુંભમાં ગુજરાતમાં પ્રથમ આવે એવું પરાક્રમ કરી બતાવે. પરસેવાનું પરાક્રમ નવસર્જનનું નિમીત્ત બને છે. પ્રજાકીય પરાક્રમ વિના વિકાસ અસંભવ છે.
  3. પ્રજાકીય પરાક્રમ એ પ્રગતિની ઔષધી છે જેના કારણે ગુજરાત પ્રગતિ કરે છે. આધુનિક ખેતપેદાશની જાણકારી માટે ઇઝરાયેલમાં થતા કૃષિ મેળાનું આયોજન ભલે દિલ્હી સરકાર ના કરે ગુજરાત સરકારે આગામી ૯ સપ્ટેમ્બરે કર્યં છે. જેનો તમામ ખેડૂતો લાભ લેવા આવે એવી લાગણી વ્યક્ત કરી હતી.આ સમારોહમાં મંત્રીઓમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રમણલાલ વોરા, નીતિન પટેલ સહિત ખેડા, મહીસાગર અને પંચમહાલના કલેક્ટરો તથા લુણાવાડા અને બાલાસિનોરના રાજવી પરિવારના સભ્યો તથા ધારાસભ્યો પંકજ પટેલ, જેઠા ભરવાડ, અરવિંદસિંહ રાઠોડ, નિમિષાબેન સુથાર,દેવુંસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.જીલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, માજી સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા.ે 
  4. સમારોહમાં સ્થાનિક ધારાસભ્યોની અનુપસ્થિતિ
  5. ગોધરા : નવરચિત મહીસાગર જિલ્લાના શુભારંભ સમારોહમાં ઉત્સાહિત જનમેદનીના ટોળે ટોળા ઉમટયા હતા. પરંતુ સ્થાનિક ધારાસભ્ય પ્રજાજનોની આ ખુશીઓના સહભાગી નહીં બન્યા હોવાનું તેમની અનુપ સ્થિતિ ઉપરથી જણાઇ રહ્યું હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હોવાથી કદાચ કોંગ્રેસના ધારાસભ્ય હાજર નહીં રહ્યા હોય પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ - દાહોદની આર્િથક કરોડરજ્જુ સમી પીડીસી બેન્ક પુનઃ કાર્યાન્વિત ટાંણે ભાજપા રચિત કાર્યક્રમ ટાંણે પણ કોંગ્રેસ આગેવાનોની સુચક ઉપસ્થિતિ જોવાઇ હતી. જે વિકાસ પ્રતિતીનો એક ભાગ હતી. 
  6. ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલું નથી એવું મુખ્યમંત્રીએ સાબિત કરી બતાવ્યું
  7. ગોધરા : મહિસાગર જિલ્લાની ઘોષણા બાદ મુખ્યમંત્રીએ વાસ્તવિક પરિણામ થકી પ્રજામાં ચૂંટણી ટાણે આપેલું વચન ઠાલુ નથી એવું સાબિત કરી બતાવ્યું છે. પરંતુ દીર્ઘદૃષ્ટા મુખ્યમંત્રીએ ખેડા અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓનો સમાવિષ્ટ કરી જાહેર કરેલા મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણેય વિધાનસભા બેઠકો કોંગ્રેસના વિજેતા ઉમેદવારવાળી છે. જે બાબતને ખાસ ધ્યાનમાં રાખી પોતાની આગવી રાજનીતી બુધ્ધિનો ઉપયોગ કરી પોતાની નીશાન પાર પાડી લીધું છે. નવરચિત મહિસાગર જિલ્લાના શુભારંભ સમારોહ ટાણે મુખ્યમંત્રી દ્વારા વિકાસલક્ષી વિશિષ્ટ જાહેરાત કરશે એવી અટકળોનો આજે અંત આવ્યો હતો.

0 comments:

Post a Comment