panam river

near the lunawada city.

KALESHVARI TEMPLE

Near The NH.

KALESHVARI WATER KUND

Near The NH.

KADANA

WATER RESERVOR.

Thursday 26 September 2013

કડાણા જળાશયના ૧૩ ગેટ ૩ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડાયું Sep 24, 2013

                                                                                                                                      મહીસાગર, તા.૨૩
પંચમહાલ-મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું અવિરત આગમન જારી રહેતાં કડાણા જળાશયમાંથી ૧૩ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૮૦ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. મેઘરાજાના આગમન વચ્ચે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતાં. જોકે મેઘરાજાના આગમનથી ધરતીપૂત્રોમાં ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે.

સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા : ધરતીપૂત્રોમાં પાછોતરા વરસાદથી ખુશીનો માહોલ જોવાયો
ભર ભાદરવે સતત ત્રીજા દિવસે પણ અષાઢી માહોલ જોવાયો હતો. વરસાદના અવિરત આગમનને લઇ રાબેતા મુજબ ધબકતુ જનજીવન ખોરંભાયું હતું. મેઘરાજાએ તબક્કાવાર આગમન કરતાં ગોધરા શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતાં. જ્યારે નદીઓ, કોતરો પણ વહેતી થઇ હતી. સતત વરસાદી આગમનથી ડાંગરના પાકો તેમજ આગામી ઉનાળુ સિઝન માટે ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે પરંતુ ખેતરમાં ઊભા કેટલાક મોલમાં નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. સોમવારે પણ મેઘરાજા આગમન જારી રાખતાં કડાણા જળાશયમાંથી નવ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીની આવક ૮૦ હજાર ક્યુસેક નોંધાઇ હતી. જેથી ડેમ સૂત્રોએ રૂલ લેવલ સપાટી જાળવી રાખી પાણી છોડયું હતું. ડેમની ભયજનક સપાટી ૧૨૭.૭૧ મીટર સપાટી છે. જ્યારે હાલની સપાટી ૧૨૭.૪૩ મીટરે પહોંચી છે. જોકે સોમવારે કડાણા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી તબક્કાવાર જારી રહી હતી પરંતુ સર્જીત વાતાવરણથી મેઘરાજાના વધુ આગમનની છડી જોવાઇ હતી. બંને જિલ્લાઓમાં સતત વરસાદી આગમન વચ્ચે ચોમાસાનો માહોલ જોવાયો હતો.

પંચમહાલ-મહીસાગર જિલ્લામાં વરસાદી પ્રમાણ આ મુજબ છે કાલોલ૨૫ મી.મી, કડાણા ૨૦ મી.મી, લુણાવાડા    ૩૦ મી.મી., ઘોઘંબા ૨૦ મી.મી., હાલોલ ૫ મી.મી., સંતરામપુર ૮ મી.મી. વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વરસાદના આંકડા સાંજે ચાર વાગ્યા સુધીના છે. પાનમ ડેમમાંથી બે ગેટ ચાર ફૂટ સુધી ખોલી ૧૯ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાં પાણીની આવક ૧૩ હજાર ક્યુસેક છે.

Tuesday 17 September 2013

લુણાવાડા નગરમાં ૧૦૦થી વધુ દબાણોનો સફાયો બોલાવતા કલેક્ટર Sep 17, 2013

     


                                                                                                                                       લુણાવાડા, તા.૧૬
     લુણાવાડામાં અંદાજે ૧૦૦ થી ૧૫૦ ગેરકાયદેસર દબાણોનો કલેકટરે સફાયો બોલાવતા પ્રજામાં આનંદની લાગણી છવાઇ હતી. આજરોજ સાંજના સમયે મહીસાગર જિલ્લાના કલેકટર પ્રફુલ્લ હર્ષે, સરકારી કર્મચારીઓની ટીમ તથા પોલીસ અધિકારીઓના કાફલા સાથે મળી લુણાવાડાના દરકોલી દરવાજાથી મામલતદાર કચેરી સુધી જવાના રસ્તા ઉપર અંદાજે ૧૦૦ થી ૧૫૦ ગેરકાયદે દબાણોને દૂર કર્યા હતા. 

અંદાજે ૧૦૦ થી ૧૫૦ દબાણો દૂર કરવામાં આવ્યા
આ દબાણોના કારણે વાહનોની અવર જવરમાં ભારે તકલીફ પડતી હતી અને લુણાવાડાના સૌથી મોટા આ રસ્તા ઉપર પ્રજાને ચાલવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું હતું. જયારે લુણાવાડાની પ્રજાની કેટલાય સમયની માંગણીને મહીસાગર જિલ્લાના કલેકટર પ્રફુલ્લ હર્ષે દ્વારા ધ્યાનમાં લઇને આજરોજ મોટા પાયે દબાણોનો સફાયો કરવામાં આવતાં લુણાવાડાની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી છે.

Sunday 15 September 2013

લુણાવાડા ખાતે ગરીબ કલ્યાણ મેળામાં ૩૮૭૨ લાભાર્થીઓને રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય Sep 15, 2013



                                                                                                                                    લુણાવાડા  , તા. ૧૪

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યા બાદ પંચમહાલ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આ અગાઉના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૬૫૧૮૬ લાભાર્થીઓને રૂ. ૧૪૭ કરોડની સહાય ચુકવાય છે. લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૮૭૨ લાભાર્થીઓએ રૂ. ૬૭૪.૧૧ લાખની સહાય અપાઈ છે. પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિના કારણે રાજ્યના પછાત અને ખાસ કરીને આદિવાસી જિલ્લાઓને પ્રાધાન્ય આપીને ગરીબોને ઘરનું ઘર મળ્યું છે. મંત્રી ચુડાસમાના હસ્તે લુણાવાડા તાલુકાના ૧૫૪૭ લાભાર્થીઓને તથા શહેરા તાલુકાના ૧૩૬૪ મળી કુલ ૨૯૧૧ લાભાર્થીઓને સરદાર આવાસ યોજના તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાના કુલ ૯૬૧ લાભાર્થી મળી કુલ ૩૮૭૨ લાભાર્થીઓને કુલ રૂ. ૬૭૪.૧૧ લાખની નાણાંકીય સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રશ્મીકાબેન પટેલ, મહીસાગર જિલ્લા કલેકટર પ્રફુલ હર્ષે, જિલ્લા વિકાસ અધિકારી નરેન્દ્રકુમાર મીના, લુણાવાડા પ્રાંત અધિકારી એ. કે. બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલ પ્રાયોજના વહીવટદાર આર. આર. રાવલ સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં લુણાવાડા તથા શહેરા તાલુકાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. એન. પટેલે આભાર વિધી કરી હતી.

Tuesday 10 September 2013

પંચમહાલ- મહીસાગરમાં ૧૦૦૦ શ્રીજી પ્રતિમાઓની સ્થાપના Sep 10, 2013

દશ દશ દિવસના મોંઘેરા મહેમાન દુંદાળા દેવ ૧૦૦૦ પ્રતિમાઓની પંચમહાલ- મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળે વિધિવત્ સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાના ગોધરામાં શ્રીજી પાંચ દિવસનું આતિથ્ય માણશે. વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાના પાવન પર્વ નિમિત્તે વિવિધ થીમ અને ડેકોરેશન સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવના મંગલમય પ્રારંભ સાથે ચારેકોર શ્રીજી વંદના ધૂન વચ્ચે વાતાવરણ ગણેશમય બની ગયુ છે. બીજી તરફ જૈન મહાપર્વના સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય થતાં જૈન બંધુઓએ સૌને મિચ્છામી દુક્કડમ્ કહેવા સાથે વિઘ્નહર્તા વિશ્વ કલ્યાણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

જૈનોના મહાપર્વ સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય : જૈન બંધુઓએ મિચ્છામી દુક્કડમ કર્યા
ગત વર્ષે આગલા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે શ્રીજી પ્રતિમાઓને ભાવભરી વિદાય આપ્યા બાદ છેલ્લા પખવાડીયાથી શ્રીજી સવારીને આવકારવાના થનગનાટ બાદ ગણેશ ભકતોએ સોમવારે વિઘ્નહર્તા શ્રીજી પ્રતિમાઓની સ્થાપના સાથે પૂજન અર્ચન કર્યુ હતું. દશ દશ દિવસના મોંઘેરા મહેમાન બની પધારેલા શ્રીજી સાથે સાથે ગણેશ મંડળોએ વિવિધ થીમ થકી સમાજને સંદેશ પહોંચાડવાના પ્રયાસ સાથે આકર્ષક ડેકોરેશનથી પંડોલા સજાવ્યા છે. રવિવારની મોડી રાત્રી સુધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધા બાદ સોમવારે શુભ મુર્હૂતમાં શાસ્ત્રોકત વિધી અનુસાર શ્રીજી પ્રતિમાઓનુ પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવી હતી. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નાના- મોટા મળી ૧૦૦૦ શ્રીજી પ્રતિમાઓની વિવિધ સ્થળે સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ ચોતરફ ગણેશમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં પ્રથમ દિવસથી જ મોડી રાત્રી સુધી વિવિધ સ્વરૂપે બિરાજેલા શ્રીજીના દર્શનાર્થે ભાવુકોની ભીડ જોવા મળી હતી.


Saturday 7 September 2013

પંચમહાલના નકશામાંથી સંતરામપુર અને કડાણા તાલુકાની બાદબાકી થઇ Sep 05, 2013






                                                                                                                                     સંતરામપુર, તા. ૫
પંચમહાલ જિલ્લા પંચાયતે વર્ષ ૨૦૧૩/૨૦૧૪ની નવી ડાયરી બહાર પાડી છે. આ ડાયરીમાં જિલ્લા પંચાયત ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાનો નક્શો છાપવામાં આવ્યો છે. જે નક્શો વાસ્તવમાં કોઇપણ જાતની ચકાસણી કર્યા વગરનો અને ખોટો નક્શો છપાયો છે.

જિ.પં.ના કર્તાહર્તાઓને આવી ગંભીર ભૂલ ધ્યાને ન ચડતા જિ. પં.નો કેવો વહીવટ છે તેનું સ્પષ્ટ ઉદાહરણ મળ્યું
જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા દ્વારા વર્ષ ૨૦૧૩-૨૦૧૪ની નવી છપાયેલી ડાયરીમાં પંચમહાલ જિલ્લાના નક્શામાં ક્યાંય સંતરામપુર અને કડાણા તાલુકો જણાતો નથી. તો શું પંચમહાલ જિલ્લામાંથી સંતરામપુરને કડાણા તાલુકાના બાદબાકી કરવાનું અધિકારીઓનું પ્રયોજન હોઇ શકે? સંતરામપુર કડાણા તાલુકાને પ્રથમ દાહોદ જિલ્લામાં પછી પંચમહાલ જિલ્લામાં ને તા. ૧૫- ૮- ૧૩ થી વળી પાછા મહીસાગર જિલ્લામાં મોકલી બાઇ બાઇ ચારણી જેવી સ્થિતિ આ પછાત તાલુકાની કરી છે. અને તેમાય વળી પંચમહાલમાં હોવા છતાં સંતરામપુર અને કડાણાં તાલુકાને ડાયરીમાં છપાયેલા નક્શામાંથી બાકાત દર્શાવવામાં આવ્યું છે.  જિલ્લા પંચાયતના સત્તાધીશો આવી ગંભીર ભુલ કરે તેને શું સમજવું ? પંચમહાલ જિલ્લામાં કેટલા તાલુકા સમાવિષ્ટ છે. તેની માહિતીને જ્ઞાન જો જિલ્લા પંચાયતને ના હોય તો પછી એ જિલ્લાની વહીવટ કેવી કરાતો હશે? તેવા સવાલો ઉઠયા છે.

આ ડાયરી છપાઇ ત્યારે તેનું પ્રુફ રિડિંગ પણ થયું હશે, તો તે સમયે શું ધ્યાન રાખ્યું ? જિલ્લા પંચાયતમાં જવાબદારીપૂર્વક કામગીરી થતી નથી તેનું આ ડાયરી સ્પષ્ટ ઉદાહરણ છે.

લુણાવાડામાં કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ ,લુણાવાડા ,તા. ૬,




                                                                                                                                 લુણાવાડા ,તા. ૬
લુણાવાડા- કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ગુજરાત બંધ અંગે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે તા. ૬ઠ્ઠીના રોજ સવારના સમયે કોંગ્રેસી કાર્યકરો એક જૂથમાં નીકળતા પોલીસ તંત્રએ કાર્યકરોની ધરપકડ કરી હતી. જેને પગલે બંધના એલાનનો ફીયાસ્કો થયો હતો. આજરોજ સવારના સમયે લુણાવાડા નગરમાં કોંગ્રેસી કાર્યકર અને ધારાસભ્ય હીરાભાઈ પટેલ તેમજ ભરતભાઈ પટેલ- માજી જિલ્લા પંચાયત સભ્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પી. એમ. પટેલ સહિત તમામ કોંગ્રેસી કાર્યકરોએ એક જૂથમાં એકઠા થઈ લુણાવાડા ચોકડી પાસે બંધના એલાનને સફળ બનાવવા દુકાનો, સ્કૂલો બંધ કરાવવા પ્રયાસો કર્યા હતા. ચોકડી પાસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરાઈ હતી.લુણાવાડામાં શાંતિમય રીતે સંપૂર્ણ દિવસ દરમિયાન દુકાનો, સ્કૂલો, બેંકો, પેટ્રોલ પંપ તેમજ વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પણ કાર્યરત રહી હતી અને નગરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.જયારે બીજી બાજુ મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં આવેલા મલેકપુર ગામમાં પણ કોંગ્રેસી કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. પરંતુ પોલીસ તંત્રએ તેમની પણ ધરપકડ કરીને દુકાનો અને ધંધા રોજગારો ચાલુ રખાવ્યા હતા.

સંતરામપુરમાં મુખ્યમંત્રીનું પૂતળા દહન કરાયુ, સંતરામપુર, તા. ૬




                                                                                                                             સંતરામપુર,  તા. ૬                          સંતરામપુર      કોંગ્રેસના ગુજરાત બંધ અંતર્ગત સંતરામપુરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. પોલીસે કોંગ્રેસી ધારાસભ્ય સહિત કાર્યકરોને ડીટેઈન કર્યા હતા. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રીનૂ પૂતળા દહન પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધના કાર્યક્રમમાં સવારે ૧૦ કલાકે એલઆઈસી પાસેથી સંતરામપુર કોંગી ધારાસભ્ય જી. એમ. ડામોરની આગેવાની હેઠળ ૫૦- ૬૦ કાર્યકરો બેનરો પત્રિકા વહેંચી વેપાર ધંધા બંધ રાખી બંધના કાર્યક્રમમાં લોકોને જોડી રહ્યા હતા. ત્યારે ગોધરા ભાગોળ ચાર રસ્તા પાસે પોલીસના વિશાળ કાફલાએ ધારાસભ્ય જી. એમ. ડામોર, સહિત ૫૦ કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.કોંગી કાર્યકરોએ પોલીસ દ્વારા ડીટેઈન કરાતા ભારે સુત્રોચ્ચાર કરી મુખ્યમંત્રી મોદીના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અન્ય કોંગી કાર્યકરોએ રિલાયન્સ પંપ સર્કલ પાસે મુખ્યમંત્રી મોદીના પૂતળાનું દહન કર્યું હતું.