
તા. ૬
પંચમહાલ- મહીસાગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ધારાસભ્યો અને કાર્યકરોએ કમર કસી સવારથી દુકાનો, શાળાઓ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા સતત બંદોબસ્ત જારી રાખી આ પ્રયાસો નાકામીયાબ બનાવાયા હતા અને ગોધરા, સંતરામપુર અને લુણાવાડાના ત્રણ ધારાસભ્યો સહિત કોંગ્રેસી કાર્યકરો મળી ૧૨૦ ઉપરાંતને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેને લઈ જનજીવન યથાવત રોજીંદા ક્રમ મુજબ ધબકતુ રહેવા સાથે...