દશ દશ દિવસના મોંઘેરા મહેમાન દુંદાળા દેવ ૧૦૦૦ પ્રતિમાઓની પંચમહાલ- મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળે વિધિવત્ સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાના ગોધરામાં શ્રીજી પાંચ દિવસનું આતિથ્ય માણશે. વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાના પાવન પર્વ નિમિત્તે વિવિધ થીમ અને ડેકોરેશન સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવના મંગલમય પ્રારંભ સાથે ચારેકોર શ્રીજી વંદના ધૂન વચ્ચે વાતાવરણ ગણેશમય બની ગયુ છે. બીજી તરફ જૈન મહાપર્વના સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય થતાં જૈન બંધુઓએ સૌને મિચ્છામી દુક્કડમ્ કહેવા સાથે વિઘ્નહર્તા વિશ્વ કલ્યાણ કરે તેવી પ્રાર્થના પણ કરી...